વટાર પ્રા. શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપીના વટાર ગામે પ્રાથમિક શાળામાં જીતના વિકાસ અધિકારી હિમાલીબેન જોશીના અધ્યક્ષ પણ હેઠળ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં શાળાના સંચાલક ગણેશભાઈ ટંડેલે આવકાર પ્રવોચન કર્યું હતું. આ પ્રસંગે પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ અને ચોકલેટ આપી રવિશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રમુખ અને આમંત્રિત વિમાનના હસ્તી ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર ભૂમિકાબેન પટેલ ઉન્નતિબેન પટેલ ગામના અગ્રણી હર્ષદભાઈ દેસાઈ આંગણવાડીની શિક્ષિકાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું સંચાલન નિતલ બેને કર્યું હતું. જ્યારે આભાર વિધિ શિક્ષક અલ્પેશભાઈ ઍ કરી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
