Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વાપીમાં ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિજેતા કોર્પોરેટરોનું મહાસન્માન

વાપીમાં ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિજેતા કોર્પોરેટરોનું મહાસન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ  સ્વ. રખમાજી ધોંડિબા શિંદે તથા સ્વ. ભાસ્કર નારાયણ કાનિટકરજીની પવિત્ર પુણ્યસ્મૃતિ નિમિત્તે સંજય શિંદે અને આર્ધિની તાઈ રાણેના આયોજન હેઠળ ગુંજન સ્થિત ઉપાસના સ્કૂલ ખાતે ભવ્ય મહાસન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ના મરાઠી માધ્યમના કુલ ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા  કોર્પોરેટરોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મરાઠી માધ્યમના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો.  સમારોહમાંવાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, સિલવાસા મહાનગરપાલિકાના પ્રમુખ   સોમનાથ દેવે સરકાર તેમજ દમણ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ  દીપિકાબેન ટંડેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત  મિબરાબાઈ શિંદે,  દીપાલીબેન કાનિટકર તથા વાપી મહાનગરપાલિકાના તમામ વિજયી કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં હાજર રહ્ના હતા. કાર્યક્રમ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તમ પરિણામ મેળવનારા મરાઠી માધ્યમના કુલ ૪૪ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને શુભેચ્છાઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.  
કાર્યક્રમમાં ભાજપના અગ્રણી શિલ્પેશ દેસાઈ તેમજ નોટિફાઈડ વિસ્તાર ભાજપ પ્રમુખ અમન ત્રિવેદી, અશ્વિની રાણે સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્ના હતા.
 તેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. સમારોહમાં મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિતો  મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોઍ કાર્યક્રમમાં ભાગ લઈ સન્માનિત વિદ્યાર્થીઓ અને જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા.