Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

દુધનીના સરપંચની બેîગલુરુમાં ટ્રાઈબલ લીડરશીપ પોગ્રામમાં પસંદગી

દુધનીના સરપંચની બેîગલુરુમાં ટ્રાઈબલ લીડરશીપ પોગ્રામમાં પસંદગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 સેલવાસ, તા. ૨૯ ઃ દાદરા અને નગર હવેલી માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે દુધની ગ્રામ પંચાયતના સરપંચ સુનીલભાઈ ખાંજોડિયાનું તા. ૨૧ જૂનથી ૨૮ જૂન દરમિયાન બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતના દરેક રાજ્યમાંથી પસંદ કરાયેલા આદિવાસી પ્રતિનિધિઓ ભાગ લે છે. આવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ વિકાસ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા માટે સુનીલભાઈ ખાંજોડિયાની પસંદગી સમગ્ર વિસ્તાર તેમજ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે.આ સિદ્ધિ તેમના નેતૃત્વ કૌશલ્ય, સામાજિક કાર્યો પ્રત્યેની નિષ્ઠા તથા આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલા સતત પ્રયાસોની નોંધ અને માન્યતા છે. આ કાર્યક્રમ દ્વારા તેમને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ, વહીવટ, સામાજિક વિકાસ તથા સમુદાય સશક્તિકરણ સંબંધિત મહત્વપૂર્ણ અનુભવો પ્રા થશે, જેનો લાભ ભવિષ્યમાં દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજને મળશે.