કોટલાવમાં અરજગરનું રેસ્કયુ કરાયું
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃપારડી તાલુકાના કોટલાવ ગામમાં જીવદયા ગ્રુપ પારડી ઍ વિશાળ આકાર ધરાવતા અજગર ને પકડી રેસ્ક્યુ કર્યો હતો. પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને પારડીના કોટલાવ ગામમાં રહેતા જયેશભાઈનો ફોન આવ્યો હતો કે ઍમના ઘરનાના પાછળ ઍક મહાકાય અજગર સાપ આવી ચડ્યો છે.
જે ઍમના ત્યાં ના ઍક મોટા મરઘાનું શિકાર કરી ઍને ખાઈ ગયો છે . ત્યારબાદ જીવદયા ગ્રુપ ના સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાં જઈને ૧૨ ફૂટ લાંબા મહાકાય અજગર સાપ જે ખૂબ આક્રમક હતો ઍનું રેસ્ક્યુ સફળ રીતે કરી લીધું હતું અને આ અજગર સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.
