Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડી સાંઢપોર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

પારડી સાંઢપોર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ૨૦૨૭ અંતર્ગત વલસાડના  પારડી  સાંઢપોર  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ  જગદીશભાઈ ગોહિલ ગાંધીનગરથી પધાર્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ  ધર્મેશભાઈ સાથે ઉપસ્થિત મહેમાન શ્રીઓ અને દાતાઓનું  સન્માન કરવામાં આવ્યું હતું.બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ અતિથિ વિશેષનો સન્માન વિધિ કરવામાં આવી બાદમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.