Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

દેહરીમાં શ્વાને બે લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતાં ભયનો માહોલ

દેહરીમાં શ્વાને બે લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતાં ભયનો માહોલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૮ ઃ ઉમરગામ તાલુકાના દેહરી ગામના રામવાડી વિસ્તારમાં સવારના સમયે બહારથી આવી ચડેલા ઍક શ્વાન (હડકાયા કુતરા)ઍ ઘરના ઓટલા ઉપર બેસેલા ઍક યુવાન ઉપર અચાનક જ હુમલો કરી અનેક બચકા ભરતા આ યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો. આ કુતરાઍ ફળિયામાં જ રહેતી ઍક મહિલા ઉપર પણ હુમલો કરી બચકું ભર્યું હતું. કૂતરાના આ આતંકથી ફળિયાના લોકો ખૂબ જ ડરી ગયા હતાં અને પંચાયતના સરપંચને જાણ કરતા સરપંચે પશુ ચિકિત્સક તથા ઉમરગામ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમનો તથા વાપી રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. જોકે કૂતરાને પકડવા રેસ્ક્યુ ટીમ આવે તે પહેલા જ શ્વાન (કુતરા)નું મોત થઈ ગયુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ શ્વાન (કુતરા)ના બચકાથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને ગામના આગેવાનો પરિવારજનો ઉમરગામથી વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. જ્યાં ડોગ બાઈટ ઇન્જેક્શન ઘણા બધા આ યુવાને લેવા પડ્યા હતાં. તથા કુતરાઍ ઍક મહિલાને પણ બચકુ ભર્યુ હોય તેણીને પણ હોસ્પિટલમાં સારવાર અને ડોગ બાઈક ઇન્જેક્શન લેવા પડ્યા હતાં.