Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપી પ્રમુખ ગ્રીનની ઍક બિલ્ડિંગમાં આગ

વાપી પ્રમુખ ગ્રીનની ઍક બિલ્ડિંગમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૮ ઃ વાપી ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ઍક સાહ પહેલા બનેલી આગની ઘટનામાં ઍક બિલ્ડીંગમાં ભોંય તળિયાના તમામ વીજ મીટર બળી ગયાં હતાં. તો નજીકમાં પાર્ક ૨ કારને પણ મોટું નુકશાન થયું હતું. આ ઘટના બાદ કહેવાય છે કે પ્રમુખ ગ્રીન-ઍ ૧ બિલ્ડિંગના તમામ ફલેટ ધારકો વીજ કંપનીના જોડાણ વિના જનરેટર કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાથી રહી રહ્નાં છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી વી.વી. પટેલે બિલ્ડીંગના રહીશોને મીટર સુધી આવતી તમામ લાઇન દૂરસ્ત કરી લેવા જણાવ્યું છે જે બાદ નવા મીટર લગાવી આપવાની ખાતરી આપી છે. જોકે ઍક સવાલ ઍ પણ ઉપસ્થિત થાય છે કે, આ આગની ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ક્યાં હતી કે ઍટલું મોટું નુકશાન થયું.