Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

નાનાપોîઢાના વિપુલ ભોયા જિલ્લા ભાજપમાં મહામંત્રી જયારે નિમેષ ભસારાને તાલુકા ભાજપ પ્રમુખ બનાવાયા

નાનાપોîઢાના વિપુલ ભોયા જિલ્લા ભાજપમાં મહામંત્રી જયારે નિમેષ ભસારાને તાલુકા ભાજપ પ્રમુખ બનાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૮ ઃ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ દ્વારા દક્ષિણ ઝોન વિસ્તારમાં સંગઠનની મજબૂત કરવા માટે  વિવિધ સંગઠનોમાં માળખાકીય ફેરફાર કરવામાં આવ્યા હતાં. જેમાં વિવિધ હોદ્દાઓ પર નવા હોદેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં નાનાપોંઢા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિપુલ ભોયા કામગીરીની નોંધ લેવાઈ હતી. જે ને લઈ હાલે વિપુલ ભોયાને કપરાડા વિધાનસભામાંથી વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકેની નિમણૂંક કરવા આવી છે. જયારે નાનાપોંઢા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમેશભાઈ ભસરાની નિમણૂંક કરવામાં આવી હતી. હાલે દક્ષિણ ઝોન વિસ્તારમાં સંગઠનોમાં કરેલા ફેરફારોને જોતા આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ ગણાવી શકાય છે.