Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

આંતલિયાની અસ્પી કન્યા વિદ્યાલયમાં અભિવાદન સમારંભ યોજાયો

આંતલિયાની અસ્પી કન્યા વિદ્યાલયમાં અભિવાદન સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃ સંસ્કાર સર્જન ઍજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતેભવ્ય અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બોર્ડની પરીક્ષામાં શાળાઍ મેળવેલા ઉત્કૃષ્ટ પરિણામ બદલ ટ્રસ્ટ તરફથી તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરનાર શિક્ષકગણને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સદૈવ ચિંતનશીલ ટ્રસ્ટી મંડળ અને શાળાના આચાર્યા ચિતલબેન પટેલના કુશળ નેતૃત્વ હેઠળ સારસ્વત શિક્ષકગણની રાત-દિવસની મહેનતને પરિણામે શાળાઍ આ ઐતિહાસિક સફળતા મેળવી છે. આ વર્ષે શાળાની ૧૧ જેટલી વિદ્યાર્થીનીઓઍ બોર્ડમાં સર્વોચ્ચ ઁખ્ ઁ ગ્રેડ તેમજ ૨૧ વિદ્યાર્થીનીઓઍ ખ્૨ ગ્રેડ પ્રા કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આટલું જ નહીં, સમગ્ર બીલીમોરા કેન્દ્રની ટોપ-૩ વિદ્યાર્થીનીઓ પણ આ જ શાળાની હોવાનું ગૌરવ પ્રા થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી આ દીકરીઓની ભવ્ય સિદ્ધિ પાછળ શાળા પરિવારની અથાગ મહેનત સ્પષ્ટપણે નિરખી શકાય છે. માત્ર પરીક્ષાલક્ષી જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીઓમાં ઉચ્ચ જીવન મૂલ્યોનું ઘડતર કરતી  સંસ્થા આજે સમગ્ર બીલીમોરા કેન્દ્રમાં અગ્રસ્થાન ધરાવે છે. કાર્યક્રમ દરમ્યાન ટ્રસ્ટીઓના હસ્તે તમામ તેજસ્વી તારલાઓ અને સારસ્વત શિક્ષક મિત્રોને શિલ્ડ તથા સર્ટિફિકેટ ઍનાયત કરી ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી સંસ્થાને અવિરત શુભેચ્છાઓ મળી રહી છે. ગરિમાપૂર્ણ સન્માન સમારંભમાં સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી દેવચંદભાઈ પટેલ, ડૉ. કિશોરભાઈ નાયક તેમજ શાળાના ટ્રસ્ટી અને કેમ્પસ ડિરેક્ટર જયશ્રીબેન દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્ના હતાં.