Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ચીખલીની ૨૦૦થી વધુ શાળાઅોમાં પ્રવેશોત્સવ ઉજવાયો

ચીખલીની ૨૦૦થી વધુ શાળાઅોમાં પ્રવેશોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૬ ઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મંગળવાર, બુધવાર અને ગુરુવાર ઍમ ત્રણ દિવસ જિલ્લા ભરના તાલુકાઓમાં આવેલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને બાળકોને આનંદ ઉમંગ સાથે શાળામાં પ્રવેશ અપાયો હતો. જેમાં ચીખલી તાલુકાની ૨૦૦થી વધુ જેટલી શાળાઓમાં ધોરણ ઍક, નવ અને ૧૧માં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાયો હતો. ચીખલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો રહ્ના છે. છતાં પણ ચીખલી, રાનકુવા, સુરખાઈ, રૂમલા જેવા વિસ્તારોમાં ખાનગી શાળાઓ ધમધોકાર બાળકોથી ધમધમી રહી છે. પરંતુ ગામડાનો ગરીબ પરિવાર પોતાના બાળકને ભણાવવા માટે આજે પણ ગામની પ્રાથમિક શાળામાં હોશે હોશે ઍડમિશન મેળવી રહ્ના છે. જે ત્રણ દિવસ ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવમાં બાળકોઍ લીધેલ પ્રવેશનો ચાર્ટ જોઇ શકાય છે.