Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

દાંડી વિનય મંદિરમાં ‘સંસ્કૃત કક્ષ’નું ભવ્ય ઉદ્ઘાટન

દાંડી વિનય મંદિરમાં ‘સંસ્કૃત કક્ષ’નું ભવ્ય ઉદ્ઘાટન


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા.૨૬ ઃ ભારતીય સંસ્કૃતિ અને ભાષા જ્ઞાનનાં સંવર્ધનના નવતર પ્રયોગરૂપે ઐતિહાસિક દાંડી સ્થિત ‘વિનય મંદિર દાંડી’ હાઈસ્કુલ ખાતે તાજેતરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને પ્રોત્સાહિત સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી યોગેશભાઈ ટંડેલ તેમજ જાણીતા બિઝનેસમેન અને કેળવણી મંડળ દાંડીના પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. તેમના વરદ હસ્તે રિબન કાપીને સંસ્કૃત કક્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટંડેલે જણાવ્યું હતું કે, ૅસંસ્કૃત ઍ માત્ર ભાષા નથી, પરંતુ તે ભારતીય જ્ઞાન પરંપરાનો પાયો છે. શાળામાં આ પ્રકારના સમર્પિત કક્ષની સ્થાપનાથી વિદ્યાર્થીઓમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ, મૂલ્યો અને ભાષા પ્રત્યે અભિમુખતા વધશે.
કન્યા કેળવણીના અભિયાનને વેગ આપતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ડૉ. યોગેશ ગોરાનેઍ વિનય મંદિર દાંડી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.