Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

જલાલપોર ખેતી વિકાસ સહકારી મંડળીની ૭૭મી વાર્ષિક સભા સંપન્ન

જલાલપોર ખેતી વિકાસ સહકારી મંડળીની ૭૭મી વાર્ષિક સભા સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૬ ઃ જલાલપોર ગામ ખેતી વિકાસ સહકારી મંડળી લિ.ની ૭૭મી વાર્ષિક સાધારણ સભા બપોરે ૩ૅં૩૦ કલાકે યોજાઈ હતી. સભામાં ઍજન્ડાના તમામ હેવાલ અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે આગામી પાંચ વર્ષ માટે મંડળીની ૧૭ સભ્યોની વ્યવસ્થાપક સમિતિની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. નોંધનીય છે કે મંડળીની સ્થાપનાથી આજદિન સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી અને સર્વસંમતિની પરંપરા યથાવત્ રહી છે.
સભા બાદ અંદાજે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા મકાન અને સુરક્ષા ધોરણો સાથે નિર્માણ પામેલા પીવાના પાણીના આરઓ પ્લાન્ટનું ઉદ્ઘાટન નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામમાં મીઠા પાણીની અછત વચ્ચે આ પ્લાન્ટ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યો છે. દૈનિક ૭થી ૮ હજાર લિટર પાણીનો લાભ ગ્રામજનોને મળી રહ્ના છે. આ પ્રસંગે મેયર અને ડેપ્યુટી મેયરનું ખાદીના ખેસ, સુતરની આંટી અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીના પ્રમુખ નટુભાઈ નાયકે ગામના વિકાસલક્ષી પ્રશ્નો, અધૂરા પડેલા જાહેર કામો, તળાવો, રસ્તાઓ અને ૨૦૧૭ના કરાર મુજબ બાકી રહેલી કામગીરી અંગે રજૂઆત કરી હતી. મેયર અશોકભાઈ ધોરાજીયાઍ ગામના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તબક્કાવાર ઉકેલવા ખાતરી આપી હતી. અંતે મંડળી દ્વારા મહેમાનો અને ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.