Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપીના સુલપડથી ગાંજા સાથે મહિલા ઝડપાઈ

વાપીના સુલપડથી ગાંજા સાથે મહિલા ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીના ભડક્મોરા સુલપડ વિસ્તારમાંથી જીઆઇડીસી પોલીસે બાતમી આધારે ઍક મહિલાને ૨૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી હતી.વાપી જીઆઇડીસી પોલીસે બાતમી આધારે સુલપડ વિસ્તારમાં છાપો મારી અનિતા કિરણ માહ્નાવંશી ગાંજા સાથે ઝડપી પાડી હતી. આ મહિલા કાગળની પડીકીઓ બનાવી ગાંજો વેચાતી હતી. તેની પાસેથી કુલ ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ થાય છે. પોલીસે મહિલા સામે ઍનડી પીઍસ હેઠળ ગુનો નોંધી આ ગાંજો આપનાર ઇસમોની તપાસ હાથ ધરી છે.