Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

કપરાડામાં ખેડૂતોને કારબા કે ડ્રમમાં ડીઝલ ન અપાતાં હાલાકી

કપરાડામાં ખેડૂતોને કારબા કે ડ્રમમાં ડીઝલ ન અપાતાં હાલાકી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૨૪ ઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. વાવણી બાદ પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા પાકને બચાવવા ખેડૂતોને પાણી માટે મશીનો ચલાવવાની ફરજ પડી રહી છે. પરંતુ બીજી તરફ નાના ટ્રેક્ટર અને કૃષિ ઉપયોગ માટે જરૂરી ડીઝલ ઉપલબ્ધ ન થતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કાર્બા કે અન્ય સાધનોમાં પેટ્રોલ પંપ પર છેલ્લા કેટલાક સમયથી ડીઝલ આપવામાં આવતું નથી, જેના કારણે પાણી ખેંચવાના પંપસેટ, નાના ટ્રેક્ટર તથા અન્ય કૃષિ સાધનો બંધ પડવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના અભાવે પહેલેથી જ ચિંતિત ખેડૂતો હવે સિંચાઈ માટે પણ સંઘર્ષ કરી રહ્ના છે.
ખેડૂતોનું કહેવું છે કે હાલનો સમય પાક માટે અત્યંત મહત્વનો છે અને સમયસર પાણી ન મળવાથી વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.  ખેડૂતોઍ જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કૃષિ ઉપયોગ માટે પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. ખેડૂતોનું માનવું છે કે વરસાદની અનિડ્ઢિતતા વચ્ચે ડીઝલની અછત તેમના માટે વધુ ઍક ગંભીર પડકાર બની રહી છે.