Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

નામધા-ચંડોરની પ્રા. શાળામાં નોટબુક કીટનું વિતરણ

નામધા-ચંડોરની પ્રા. શાળામાં નોટબુક કીટનું વિતરણ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી અભિરંગ યુવા સંગઠન દ્વારા સમાજસેવાના કાર્ય અંતર્ગત નામધા ચંદોર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે નોટબુક તથા સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી મળી રહે અને તેમના અભ્યાસને પ્રોત્સાહન મળે તે હેતુથી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ નિવાસી રાકેશભાઈ જોશીના વરદહસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ અર્પણ કરવામાં આવી હતી. વિધાર્થીઓને નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી પ્રા થતાં આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ અભિરંગ યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં. સંગઠનના આગેવાનોઍ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓ અને સંગઠનના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.