Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપી સિદ્ધનાથ મંદિર રોડ પર વીજપોલ બિસ્માર હાલતમાં, અકસ્માતનો ભય

વાપી સિદ્ધનાથ મંદિર રોડ પર વીજપોલ બિસ્માર હાલતમાં, અકસ્માતનો ભય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીના સિદ્ધનાથ મંદિર રોડ પર આવેલો ઍક વીજપોલ લાંબા સમયથી સડેલી અને જર્જરિત હાલતમાં ઝાડીઓ વચ્ચે ઉભો હોવાથી સ્થાનિક રહિશોમાં ચિંતા ફેલાઈ છે.
 વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અંગે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી સાત વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. દરેક વખતે વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર આવી પોલના ફોટોગ્રાફ લઈ જતા રહે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો, રાહદારીઓ, મંદિર આવતા લોકોની અવરજવર રહે છે. ચોમાસાનીમાં ભારે વરસાદ અને પવનના કારણે પોલ કોઈપણ સમયે ધરાશાયી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોઍ તાત્કાલિક  પોલ બદલે તેવી માંગ ઉઠાવી છે.