Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ધરમપુર તા.પં.ના પ્રમુખે ખટાણા પ્રા. શાળાની મુલાકાત લીધી

ધરમપુર તા.પં.ના પ્રમુખે ખટાણા પ્રા. શાળાની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકાના ખટાણા ગામના વાંકી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં શેડ અને બાંધકામની ગુણવત્તા અંગે વાલીઓની ફરિયાદને પગલે તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીઍ સ્થળ પર જઈ તપાસ કરી હતી. તેમણે ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરી સંબંધિત ઍન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે કડક સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્ના હતા. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નવા વર્ગખંડોની જરૂરિયાત અંગે ઉચ્ચ કક્ષાઍ રજૂઆત કરી મંજૂરી મેળવવાના પ્રયાસોની ખાતરી પણ આપવામાં આવી હતી.