Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ભીલાડમાં રૂ. ૭.૨૭ કરોડના દારૂના જથ્થાનો નાશ

ભીલાડમાં રૂ. ૭.૨૭ કરોડના દારૂના જથ્થાનો નાશ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૯ ઃ વલસાડ જિલ્લાના વિવિધ ૧૫ જેટલા પોલીસ મથકોમાં ઝડપાયેલો રૂ.૭.૨૭ કરોડનો દારૂનો જથ્થો આજરોજ ભીલાડ આરટીઅો ચેકપોસ્ટ નજીક કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઅોની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.

પ્રા વિગતો મુજબ વલસાડ જિલ્લાનાં પારડી, વાપી ઉદ્યોગનગર, ડુંગરા, ભીલાડ, ઉમરગામ, મરીન ઉમરગામ, વાપી રેલ્વે પોલીસ, સરીગામ, ધરમપુર, નાનાપોîઢા, કપરાડા, વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ રેલ્વે સ્ટેશન મળી કુલ ૧૫ પોલીસ મથકોમાં દારૂ, બિયર-વ્હીસ્કીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કબ્જે કરાયેલ પ્રોહીબીશન મુદ્દામાલ અંગે જિલ્લાના ઉચ્ચ પોલીસ વિભાગના અધિકારીઅો તેમજ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈઅોની રજૂઆતને ધ્યાને લઈ નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ તેમજ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આ ૧૫ સ્ટેશનોમાં ઝડપાયેલો ૨૯૬૦૪૮ દારૂની બોટલ અને ટીન જેની કિંમત રૂ,૭,૨૬,૯૯,૩૬૬ના મુદ્દામાલનો નાશ કરાયો હતો.