Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

સમરોલીમાં ૨૦૦ થી વધુ શિક્ષકો ભેગા મળી ટેટ પરીક્ષાનો વિરોધ કરશે

સમરોલીમાં ૨૦૦ થી વધુ શિક્ષકો ભેગા મળી ટેટ પરીક્ષાનો વિરોધ કરશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૧૯ ઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજીયાત ગણવામાં આવી રહી છે જેનો જિલ્લાભરમાંથી શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્ના છે ત્યારે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ ૨૦.૦૬.૨૬ ના રોજ ચીખલીના સમરોલી ખાતે આવેલ આર્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧ થી ૩ કલાક સુધી ૨૦૦ થી વધુ જેટલા શિક્ષકો ભેગા મળી સભા યોજશે અને ટેટ પરીક્ષા નો વિરોધ દર્શાવશે.