Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડી હાઈવે પર ઍમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારી

પારડી હાઈવે પર ઍમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી તાલુકામાં નેશનલ હાઈવે-૪૮ પર ફરજ પર રહેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સને ઍક ટ્રક ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ જતાં પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદી સુલેમાનભાઈ દિનેશભાઈ દેશમુખ ઉ.વ. ૩૦ મૂળ ડાંગ જિલ્લાના રહેવાસી અને હાલ બલીઠા, વાપી ખાતે રહે છે. તેઓ છેલ્લા સાત મહિનાથી ૧૦૮ ઇમરજન્સી ઍમ્બ્યુલન્સ સેવામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ ૧૧૨ ઇમરજન્સી સેવાને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાદમાં ફરિયાદીને પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઈ જવામાં આવ્યા હતા.

આ મામલે પારડી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી સરકારી ઇમરજન્સી સેવાના વાહનને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.