Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ધરમપુરમાં યુવતીઍ ગળેફાંસો ખાધો

ધરમપુરમાં યુવતીઍ ગળેફાંસો ખાધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૮ ઃ ધરમપુર શહેરના બજાર ફળિયા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય કિંજલબેન પરીમલભાઈ પટેલે ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની માહિતી પ્રા થવા પામી છે. પ્રા માહિતી મુજબ કિંજલબેન પરીમલભાઈ પટેલ ઉં.વ. ૩૦ મૂળ રહેવાસી ડુંગરી, વૃંદાવન સોસાયટી, તા. જી. વલસાડ  હાલ ધરમપુરના બજાર ફળિયા ખાતે કિરીટભાઈ રમણલાલ ભટ્ટના મકાનમાં ભાડે રહેતા હતા. કિંજલના પ્રેમલગ્ન થયા હતાં જોકે હાલ તેઓ ધરમપુર ખાતે ઍકલવાયું જીવન જીવતા હતા. ગતરોજ બપોરના સમય દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમણે પોતાના રહેઠાણે ઇલેક્ટ્રિક પંખા સાથે કોટનની ઓઢણી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ બનાવ અંગે રાહુલભાઈ રાજેશભાઈ પટેલ રહે. ડુંગરીનાઓઍ કરેલ ફરિયાદના આધારે ધરમપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.