Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડીમાં મોહરમ-તાજીયા પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી

પારડીમાં મોહરમ-તાજીયા પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી નગરપાલિકાના સભાખંડમાં આગામી દિવસોમાં આવી રહેલા મુસ્લિમ સમાજના મહોરમ તાજીયા પર્વની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં અને શાંતિમય રીતે પવિત્ર મહોરમ ભરવા ઉજવણી કરવા વિવિધ ચર્ચાઓ થઈ હતી.

પારડી પોલીસ મથકના પી.આઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા અને ભાજપ કોંગ્રેસના સભ્યોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની સભા શરૂ કરવામાં આવી હતી. આ સભાને સંબોધન કરતા પારડીના પીઆઇ ગોહિલ કે જેમણે તમામ મુસ્લિમ સમાજના ભાઈ બહેનોને મહોરમ યોજાય ઍ માટે ચોક્કસ તકેદારી રાખવા સૂચનો કર્યા હતાં. જેમાં ખાસ કરીને ધાર્મિક ટીકા ટિપ્પણી ના થાય અને સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીકા ન થાય ઍ માટેની તકેદારી રાખવા અને જો કોઈ આવી બાબત ઊભી થાય તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું અને ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલા કોઈપણ કૃત્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.