Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

તિથલની પ્રા. શાળામાં યોગ શિબિર યોજાઈ

તિથલની પ્રા. શાળામાં યોગ શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૭ ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ  ૅવિશ્વ યોગ દિવસ- ૨૦૨૬ના ભાગ રૂપે આ યોગ દિવસની થીમ ૅ ર્ક્કિંં શ્ંશ્વ ર્ત્ર્ફૂશ્રદ્દત્ર્ક્ક ખ્ફિંજ્ઞ્િઁં ને અનુલક્ષીને ભારત સરકારના આયુષ મંત્રાલયના ૧૦૦ દિવસ યોગાના ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ દવાખાના તિથલના મેડિકલ ઓફિસર ડૉ. ધર્મિષ્ઠા પટેલ દ્વારા ગોદાવરીબા માધ્યમિક શાળા તિથલ ખાતે યોગ શિબિરનું આયોજન તા.૧૬/૦૬/૨૬ મંગળવારના રોજ સવારે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય યોગેન્દ્રભાઈ ચૌહાણ તથા ડૉ. ધર્મિષ્ઠા પટેલે બાળકોને યોગ વિશે માહિતી આપી ત્યારબાદ યોગ ટ્રેનર મનીષભાઈ પટેલ દ્વારા પ્રોટોકોલ અનુસારના વિવિધ આસનો, પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતાં. અનુલોમ વિલોમ, ભ્રામરી જેવા પ્રાણાયામ કરાવી ઍના લાભ વિશે માહીતિ આપવામાં આવી હતી. શાળાના શિક્ષક ગણે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફાર્માસિસ્ટ દીપિકા પટેલ તથા સેવક ચૈતાલી બરોડિયા દ્વારા પેમ્પ્લેટનું વિતરણ  કરવામાં આવ્યું હતું.