Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

નામધા-ખડકલા રોડની ડીવાઈડર પર લગાવેલા પ્લાન્ટ સુકાઈ ગયા

નામધા-ખડકલા રોડની ડીવાઈડર પર લગાવેલા પ્લાન્ટ સુકાઈ ગયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી નામધા ખડકલા રોડની વચ્ચે ડીવાઈડરમાં લગાવેલા પ્લાન્ટ જાળવણીના અભાવે સુકાઈ ગયા છે. વાપી મનપા દ્વારા ખડકલા નીલકંઠ બિલ્ડીંગથી ત્રણ રસ્તા સુધી ડીવાઈડર વચ્ચે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. પરંતુ નિયમિત પાણી સીંચવામાં ન આવતા જાળવણીના અભાવે મોટાભાગના પ્લાન્ટ સુકાઈ ગયા છે. સ્થાનિક લોકોની માંગ છે કે શહેરની સુંદરતા પાછળ ખર્ચવામાં આવતા લાખો રૂપિયા વ્યર્થ ન જાય તે માટે અધિકારીઓઍ જવાબદાર વિભાગના કર્મચારીઓને તાકીદ કરવાની જરૂર છે.