ચીવલમાં ‘ભવાઈ’ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૭ ઃ નાનાપોંઢા તાલુકાના ચીવલ ગ્રામ પંચાયત કચેરી ખાતે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મનરેગા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વિસ્તૃત માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા માટે લોકકલાના માધ્યમ ‘ભવાઈ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભવાઈના રસપ્રદ અને લોક બોલીમાં રજૂ થયેલા સંદેશાઓ દ્વારા ગ્રામજનોને સરકારની યોજનાઓ માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ચીવલ ગામના સરપંચ શ્રીમતી અનંતાબેન મનીષભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ નાથુભાઈ ચમારભાઈ પટેલ, ગ્રામ પંચાયત સદસ્ય રાજેશભાઈ બાલુભાઈ પટેલ, ગામના અગ્રણી રમેશભાઈ બાપુડીયાભાઈ નાયક, અશોકભાઈ અર્જુનભાઈ પટેલ, રમેશભાઈ દલપતભાઈ પટેલ સહિત ગામના અનેક નામી-અનામી આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
