Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પ્રદેશ ભાજપ પ્રમુખ બે દિવસ જિલ્લામાં

પ્રદેશ ભાજપ પ્રમુખ બે દિવસ જિલ્લામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું આગમન થશે. રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમાં કોરોનરી ધમની રોગના સેમિનારમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વાપી મનપા વિસ્તારના પક્ષ તથા અગ્રણીઅો સાથે મુલાકાત કરશે  પછી વાપીના ચલા ખાતે આવેલ મેરી લાઈફ સાયન્સ લિમિટેડ કંપની અને અતુલ ખાતે આવેલ અતુલ કંપનીની મુલાકાત લેશે. બાદ વલસાડમાં ભાજપના નવા બની રહેલા કાર્યાલય કમલમ ની મુલાકાત લેશે અન કાર્યકર્તાઅો સાથે મુલાકાત કરશે આ દરમિયાન તેમની સાથે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા, રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, ચૂંટાયેલા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે