વાપીમાં હિટ ઍન્ડ રન કેસનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીના જૂના ફાટક રોડ પર ફોરેસ્ટ ઓફિસની સામે ગત ૧ જૂન ૨૦૨૬ની રાત્રે સર્જાયેલા અજાણ્યા વાહનની ટક્કરના ગંભીર અકસ્માતનો ભેદ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે ઉકેલી નાખ્યો છે.
આ હિટ ઍન્ડ રનની ઘટનામાં તારીખ ૧ ૬ ૨૦૨૬ ના રોજ રાત્રે ર્ીણૂદ્દર્જ્ઞ્રુ મોપેડ પર જઈ રહેલા બે યુવાનોને ઍક અજાણ્યો કાર ચાલક દ્વારા અડફેટે લઈ, બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડીને નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ઍક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મરણ જનાર ના ભાઈ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગંભીર ગુનાની તપાસ માટે ઍલસીબીના પીઍસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમે ઘટનાસ્થળ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ ઍનાલિસિસ હાથ ધર્યું હતું. સીસીટીવી તપાસમાં ઍક કાળા કલરની હુન્ડાઈ ઍક્સેન્ટ કાર શંકાસ્પદ જણાઈ આવી હતી. હ્નામન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાપીના હરિયાપાર્ક ડુંગરા ખાતેથી અકસ્માત સર્જનાર આરોપી રોયસ્ટોન આલ્બર્ટ ડી.સૌઝા ઉમર વર્ષ ૨૭, રહે. ૧૩૧ ણૂ ઍપાર્ટમેન્ટ ડુંગરા હરિયા પાર્ક સ્કૂલ સામે , વાપી ને ઝડપી પાડયો હતો. અને પોલીસે તેની પાસેથી અકસ્માતમાં વપરાયેલી કાળા કલરની હ્નાન્ડાઈ ઍક્સેન્ટ કાર નંબર ઝ઼ઝ઼-૦૩-ણ્-૧૪૩૪ પણ જ કરવામાં આવી છે. ઍલસીબીની ટીમે આરોપી અને મુદ્દામાલનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટ્રાફિક પોલીસને સોંપ્યો છે.
