Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

ગણદેવીના ખખવાડામાં કપચી ભરેલું ડમ્પર પલ્ટી ગયું

ગણદેવીના ખખવાડામાં કપચી ભરેલું ડમ્પર પલ્ટી ગયું


ગણદેવી, તા.૧૬ ઃ ગણદેવી વિસ્તારથી કપચી મેટલ ભરી ડમ્પર નંબર ઞ્થ્-૦૫-ગ્હ્-૩૮૬૦ સુરત તરફ જઈ રહ્નાં હતું. ખખવાડા ગામે આવેલા હિંગળાજ માતા મંદિર નજીકના વળાંક પર પહોંચતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ભારે વાહન રસ્તાની બાજુમાં પલ્ટી ખાઈ ગયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકોની ભીડ ઍકત્ર થઈ ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડમ્પરનો ચાલક મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જે નશા ની હાલત માં હોવાનું કહેવાય છે. જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે.
આ ઘટનાઍ ફરી ઍકવાર રોડ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારે વાહનોના ચાલકો દ્વારા ઓવરસ્પીડ, થાકેલી સ્થિતિમાં ડ્રાઇવિંગ અથવા નશાની હાલતમાં વાહન હંકારવાના બનાવો અકસ્માતનું મુખ્ય કારણ બનતા હોય છે. ખાસ કરીને વળાંકવાળા માર્ગો અને ધાર્મિક સ્થળોની આસપાસ વાહનચાલકોઍ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.