ચણોદમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સજા
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા ઍક પરિવારને ૧૪ વર્ષની કિશોરીને તેમની બાજુની ચાલમાં રહેતા ૩૭ વર્ષના રમેશ ગોરખનાથ પ્રજાપતિઍ પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીને વાપી પોક્સો કોર્ટના જજ દ્વારા ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો અપાયો છે.
પ્રા વિગત મુજબ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચણોદ વિસ્તારમાં રહેતા ઍક પરપ્રાંતીય પરિવારની ૧૪ વર્ષની કિશોરી તેના રૂમની બહાર કે બજારમાં જતી હતી તે દરમિયાન તેને રસ્તામાં રોકી આરોપી રમેશ પ્રજાપતિઍ તે ખૂબ જ સુંદર છે અને તેને ખૂબ ગમે છે અને તેની સાથે લગ્ન કરવાની વાતો કરી તેને તેની રૂમમાં બોલાવી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થોડા દિવસ બાદ કિશોરીનું પેટ મોટું થઈ જતાં તેની માતાઍ તેને પૂછતા અને નજીકના ખાનગી દવાખાનામાં લઈ જઈ તપાસ કરાવતા કિશોરીને છ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું જેને લઇ કિશોરીની માતાઍ તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેની સાથે બાજુની ચાલમાં રહેતા રમેશ ગોરખનાથ પ્રજાપતિ મૂળ રહે ફૈઝાબાદ યુપીના દ્વારા બળજબરીપૂર્વક દુષ્કમ કર્યું હોવાનું જણાવતા તેઓઍ તાત્કાલિક ડુંગરા પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ કરતા પોલીસે આરોપી રમેશ ગોરખનાથ પ્રજાપતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી જે કેસ વાપીના સ્પેશિયલ વૃક્ષો પોર્ટના સ્પેશિયલ જજ ડોક્ટર ઍચ ઍન વકીલની કોર્ટમાં ચાલતા પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી વાપીના સ્પેશિયલ જજ ડો. ઍચ. ઍન. વકીલનાઓ દ્વારા પોક્સો ઍક્ટની કલમ ૬ના ગુનામાં તકસીરવાર ઠેરવી આરોપી રમેશ ગોરખનાથ પ્રજાપતિ ઉંમર વર્ષ ૩૭ હાલ રહે ચણોદ મૂળ રહે ફૈઝાબાદ યુપીનાને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા જ્યારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨) (ઍમ) તથા કલમ ૬૫(૧)ના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ અને જો દંડના ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા તે ઉપરાંત ભોગ બનનાર કિશોરીને ચાર લાખ રૂપિયા વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો.તે ઉપરાંત આરોપીને કરેલ અલગ અલગ તમામ સજાઓ ઍકસાથે ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
