ચલામાં ૨૦મીઍ રકતદાન -હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ માહેશ્વરી સેવા સમિતિ, જિલ્લા વલસાડ, સિલવાસા, દમણ તથા માહેશ્વરી મહિલા મંડળ, જિલ્લા વલસાડ, વાપી દ્વારા મહેશ નવમી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિના અધ્યક્ષ ગિરિરાજ લડ્ઢા, સચિવ અશોક કાબરા અને ચેરપર્સન દિનેશ કાબરાઍ માહિતી આપતાં જણાવ્યું હતું કે તા. ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ ચલા-વાપી સ્થિત મહેશ ભવન ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી વિશાળ રક્તદાન શિબિર યોજાશે. સાથે જ સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ કેમ્પમાં દંતરોગ, આંખ, ચામડી, પોષણ, ફિઝિયોથેરાપી તેમજ મનોવૈજ્ઞાનિક નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત યુનિક ડાયગ્નોસ્ટિક સેન્ટર દ્વારા વિવિધ તબીબી તપાસો રિયાયતી દરે કરવામાં આવશે.
આ સેવાઓ માત્ર સમાજના સભ્યો માટે જ નહીં પરંતુ સમગ્ર વાપી શહેરના નાગરિકો માટે ખુલ્લી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તા.૨૩ જૂન, ૨૦૨૬ના રોજ મહેશ ભવન, વાપી ખાતે મહેશ નવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સમિતિઍ તમામ સમાજબંધુઓને સપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમોને સફળ બનાવવાની અપીલ કરી છે.
