ધરમપુર સાયન્સ સેન્ટરમાં ‘સરકારની સિધ્ધિઓનું પ્રદર્શન’ યોજાયું
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૬ ઃ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત લલિત કલા અકાદમી, અમદાવાદ અને માહિતી વિભાગના સંયુકત ઉપક્રમે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સૌજન્યથી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા.૧૨ થી ૧૪ દરમિયાન ત્રિદિવસીય ‘‘સરકારની સિધ્ધિઓના પ્રદર્શન’’ યોજાયું હતું. આ પ્રદર્શનને ઍક હજારથી વધુ લોકોઍ નિહાળ્યું હતું. પ્રદર્શનીમાં કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવી હતી.
