ફલધરામાં જમીન બાબતે મારામારીમાં સામસામે ફરિયાદ
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા. ૧૬ ઃવલસાડ તાલુકાના ફલધરા ગામે જમીનમાં વિવાદ બાદ ખેતરમાં મીટીંગ રાખી તેમાં સમાધાન કરવાના બદલે નિવૃત શિક્ષકને માર મારવાની ઘટના બનતા વલસાડ વલસાડ રૂરલ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાય છે.
વલસાડ તાલુકાના ફલધરા ગામની સરવે નંબર ૬૯૩ વાળી જગ્યામાં વિવાદ ચાલી રહ્ના હતો. જે વિવાદગે ગઈકાલે બપોરે બે કલાકે ગામના પાંખરિયા વડ ફળિયું મખલીબેન બારક્યાભાઈ પટેલ ના સર્વે નં-૬૯૩ના ખેતરમાં મીટીંગ રાખવામાં આવી હતી. જે મિટિંગમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો મારામારી થતાં સમાધાનમાં ગયેલા નિવૃત્ત શિક્ષક ગમનભાઈ પટેલને સુનિલ બહાદુરભાઇ પટેલ કોઈ વસ્તુ વડે માથામાં મારી દેતા લોહી લુહાણ કરી ઢીક મુક્કીનો માર પણ માર્યો હતો.
જેથી સુનિલ બહાદુર પટેલ, બહાદુર જગનભાઈ પટેલ અને કુણાલ બહાદુર પટેલ તમામ રહે નાના વાઘછીપા તા.પારડી જી. વલસાડ ઍ ગળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાન પક્ષે ફરિયાદી જીતુભાઈ લાલજી પટેલ ઍ ફરિયાદ નોંધાવી કે ખેતરમાં મીટીંગ ચાલી રહી હતી. તે દરમિયાન સુનિલભાઈ બહાવદુરભાઈ પટેલને દ્ય માર માર્યો હોવા અંગે ગમનભાઈ રવિયાભાઈ પટેલ, વર્ષાબેન જયંતીભાઈ પટેલ, હિતેશભાઈ જેન્તીભાઈ પટેલ, જયંતીભાઈ સુરજીભાઈ પટેલ તમામ રહે વાઘદરડા વેલવાચ તા.જી વલસાડ સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
