વાપી ગુંજનની બબાલમાં આરોપીની અટકાયત
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી જીઆઇડીસી ગુંજન હાઉસિંગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જૂની અદાવત અને બોલાચાલીને થયેલી બબાલમાં સામ સામે ફરિયાદ કરાય છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રવિવારના રોજ મોડી રાત્રે વાપી જીઆઇડીસીના ગુંજન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ની જુની બિલ્ડીંગો સામે રહેતા જેકી બાબુભાઈ પટેલ પોતાના ઘરે જઈ રહ્ના હતા. તે દરમિયાન આ વિસ્તારમાં હંમેશા અડ્ડો જમાવીને બેસી રહેતા અંકિત મુરલીધર દુબે, રાજેશ બાબુ બારીયા, લાલુ સુરુ યાદવ અને અન્ય ઈસમોઍ જેકી સાથે બોલાચાલી કરી તેને માર મારતા તે દરીને પોતાના ઘરે ભાગી ગયો હતો. જે દરમિયાન અંકિત ડૂબે અને તેના સાગરીતોની હરકતથી તંગ આવી ચૂકેલા જેકી પટેલના મોટાભાઈ રાજેશ બાબુ પટેલ તથા અન્ય યુવાનોઍ બિલ્ડીંગ નીચે પહોંચી તેઓઍ જેકીને કેમ માર્યો તેમ પૂછતા અંકિત ડૂબે અને તેમની ટીમે તેમની ગાળા ગાડી કરી લાકડાને સળિયા થી હુમલો કરતા વળતો જવાબ માં રાજેશ બાબુ પટેલ અને અંકિત બાબુ પટેલે પણ અન્ય હથિયાર વડે તેઓ પર હુમલો કર્યો હતો. જે ઘટનામાં અંકિત દુબે ને મોં પર તથા માથામાં ગંભીર ઇજા થતાં તેને વાપીની ઓલિવ હોસ્પિટલમાં અને રાજેશ અને જેકીને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જે અંગે વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં બંને ગ્રુપે સામ સામે ફરિયાદ કરતા પોલીસે રાજેશ બાબુ પટેલની ફરિયાદમાં આરોપી તરીકે અંકિત મુરલીધર દુબે રાજેશ બાબુ બારીયા અને લાલુ સુરુ યાદવ તથા અન્ય કેટલાક યુવાનો સામે મારામારી અને તલવારથી હુમલો કરવાની ફરિયાદ કરી હતી જ્યારે સામે પક્ષે ફરિયાદી અંકિત મુરલીધર દુબે તેમના પર અને તેના મિત્રો ઉપર રાજેશ બાબુ પટેલ તથા જેકી બાબુ પટેલ તમામ રહે વાપી જીઆઇડીસીના ગુંજન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગમાં ની સામે ફરિયાદ કરતા પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે અગાઉ ઘણા સમયથી અંકિત મુરલીધર દુબે અને તેમની ટીમ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ની બિલ્ડીંગ નીચે અનેક લોકો સાથે મારામારી અને ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદને લઈ તેઓને પોલીસે અગાઉ ગંભીર પ્રકારનો ગુનો નોંધી આંકરા પગલાં લેવાયા હતા.
