Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારી : બેઠક યોજાઈ

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારી : બેઠક યોજાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ જિલ્લામાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી  છે. જે સંદર્ભે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર મહિપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચુડાસમાઍ જણાવ્યું કે, જિલ્લામાં પણ આ મહત્વના દિવસની ભવ્ય ઉજવણી થાય તે માટે તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાઍ ઠેર ઠેર ઉજવણી થશે. જિલ્લા કક્ષાની ઉજવણી વલસાડ તાલુકાના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિર, વાપી મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી નામધા રોડ પર આવેલી રોફેલ કોલેજના કેમ્પસમાં થશે. નાનાપોંઢા તાલુકામાં ઍન.આર.રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા, ધરમપુરમાં ત્રણ દરવાજા પાસે, કપરાડામાં આનંદ નિકેતન ઍકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ, પારડીમાં સાંઈ દર્શન હોલ, વલસાડમાં મ્યુનિસીપલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ઉમરગામ તાલુકામાં સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ સ્કૂલમાં ઉજવણી થશે.
દરેક સ્થળે યોજાનાર આ વિશ્વ યોગ દિવસમાં યોગા પ્રોટોકોલ અંગે માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.