વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકની મુશ્કેલી યથાવત
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ ભારતીય રિઝર્વ બેંક (ય્ગ્ત્) દ્વારા વલસાડની ધી વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લી. વલસાડ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોની મુદતમાં વધુ ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. બાદ બેંક પર લાદવામાં આવેલા આ આકરા નિયંત્રણો હવે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી યથાવત રહેશે.
વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકમાં કરોડની લોન ના મુદ્દે આરબીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે બેંકના ખાતેદારો લોન ધારકો અન્ય લોકોને ભારે પરેશાની વેચવાની નોબત આવી છે. મહિલા નાગરિક બેંક આરબીઆઈ દ્વારા પ્રતિબંધ લગાવી ૧૮મી જૂન સુધી મુદત પૂરી થતી હતી. રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૪૯ની કલમ ૩૫ખ્ અને કલમ ૫૬ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પ્રતિબંધોની મુદત ૧૮ જૂન ના રોજ સમા થતી હતી, જેને હવે લંબાવીને ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે. આગામી ત્રણ મહિના સુધી આ બેંક સામાન્ય બેંકિંગ વ્યવહારો કરી શકશે નહીં તેમજ કોઈ નવી લોન પણ આપી શકશે નહીં. આરબીઆઈઍ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે મુદત વધારાનો અર્થ ઍ છે કે બેંકની નાણાકીય સ્થિતિ હજુ સંતોષકારક નથી અને રિઝર્વ બેંક દ્વારા તેની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.
