Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

પારડીમાં ૧૦૦૮ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠનું આયોજન કરાયું

પારડીમાં ૧૦૦૮ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠનું આયોજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૬ ઃ પારડી સુલભનગર સાંઈ સંગ્રીલા સોસાયટીના સી બિલ્ડિંગમાં ચાલી રહેલા પવિત્ર અધિક માસ નિમિત્તે મહિલાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સોસાયટીમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલાઓઍ શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાનની આરાધના કરી હતી.અધિક માસના પાવન અવસરે મહિલાઓઍ પરંપરાગત રીતે ગોરમાની પૂજા-અર્ચના કરી હતી. ગોરમા માતાના ચરણોમાં પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજા દરમિયાન મહિલાઓઍ ધાર્મિક ભજનો અને સ્તુતિઓનું ગાન કરી આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો. આ ઉપરાંત અગિયારસના પવિત્ર દિવસે મહિલાઓ દ્વારા સામૂહિક રીતે ૧૦૦૮ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન વિષ્ણુના નામોના જાપ અને પાઠ દ્વારા વિશ્વશાંતિ, સદભાવના તેમજ પરિવારજનોના આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓઍ સંપૂર્ણ શ્રદ્ધા અને ઍકાગ્રતા સાથે પાઠમાં ભાગ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમના અંતે આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીની મહિલાઓઍ જણાવ્યું હતું કે, અધિક માસ દરમિયાન કરવામાં આવતી પૂજા, જપ-તપ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ રહેલું છે.