પારડીમાં રકતદાન શિબિર યોજાઈ
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૬ ઃ પારડી જીવદયા ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજના સહયોગ થી વિશ્વ રક્તદાન દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઍ મહત્તમ યોગદાન આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.
પારડી ડીસીઓ સ્કૂલના વર્ષ ૨૦૦૫, ૨૦૦૭ અને ૨૦૦૮ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા આટલા વર્ષો બાદ ફરી ઍક મંચ પર આવી સ્કૂલ ને આર્થિક મદદની સાથે સાથે આજના વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કરી પોતાનું ?ણ અદા કર્યું હતું. આ ઉપરાંત સંજય બારીયાઍ ૧૨૨ મી વખત રક્તદાન કરી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં ૬૦ જેટલી રક્તની બોટલ ઍકત્ર કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પમાં પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારી ઉપપ્રમુખ આશ્વિનભાઈ દેસાઈ ખજાનચી યાસીનભાઈ મુલતાની મુસ્લિમ સમાજના અખ્તર ભાઈ ગૌરી ફિરોજભાઈ પઠાણ અનવર ભાઈ મનીયાર ફૈઝલભાઈ મલેક ઈબ્રાહીમભાઇ મણિયાર ડોક્ટર અભિરાજ પારડી પાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ માજી પ્રમુખ દેવેનભાઈ શાહ માજી કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિ માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા ટ્રસ્ટી વગેરે તથા ઍમની ટીમ, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેન્કના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ, રક્તદાતાઓ ઉપસ્થિત રહ્નાં હતા.
