Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

પારડીના પારનદી બ્રિજ પર મોટા ખાડાઅોથી વાહન ચાલકો પરેશાન

પારડીના પારનદી બ્રિજ પર મોટા ખાડાઅોથી વાહન ચાલકો પરેશાન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૬ઃ   પારડીમા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ પારનદીના બ્રિજ પર મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે અને ચોમાસામાં પણ લોકોને હેરાનગતિ થાય મુશ્કેલી સર્જાય ઍવી સંભાવના છે ત્યારે ચોમાસા પહેલા તાત્કાલિક પાર નદી ચંદ્ર પૂર પાસે નવા પુલમાં હાઈવે તંત્ર દ્વારા રીપેર કામ કરવામાં આવે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે પારડી ચંદ્રપુર પાસે આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ ના પાર નદીના નવા મુખ્ય પુલ માં લાંબા સમયથી ગાબડા પડી ગયા છે રસ્તો બેસી ગયો છે. જેના કારણે દરરોજ આ બ્રિજ માંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને હેરાનગતિ સર્જાઈ રહી છે મુશ્કેલી પડી રહી છે અને કેટલી વાર અકસ્માત પણ થતા બચ્યા છે સ્થાનિક લોકો પણ આ સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે. હેરાન પરેશાન થઈ રહ્ના છે સ્થાનિક લોકોની માંગણી છે કે, ચોમાસા પહેલા આ રસ્તો હાઇવે તંત્ર દ્વારા રીપેર કરી દેવામાં આવે જેથી ચોમાસામાં મોટા ખાડા નહીં પડે અને મોટા અકસ્માતના સર્જાય તેની તકેદારી રાખવા પડશે તો હાઈવે ના વહીવટી તંત્ર દ્વારા નવા પુલ નો રસ્તો રીપેર કરવામાં આવે રસ્તો ખરાબ થઈ ગયો છે ઍને બનાવવામાં આવે ઍ જનતા ના હિતમાં અને વાહન ચાલકોના હિતમાં ખૂબ જ જરૂરી બની ગયું છે.