Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપી રેલવેમાંથી વાયર ચોરી કરનાર બે ઝડપાયા

વાપી રેલવેમાંથી વાયર ચોરી કરનાર બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ  આરપીઍફ વાપી દ્વારા ભિલાડ–સંજાન વચ્ચે કિ.મી. ૧૫૨/૦૨–૦૪ નજીક પુલ નીચે શંકાસ્પદ હાલતમાં બે યુવકોને હેક્સા બ્લેડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેમણે ૧૦ થી ૧૫ દિવસ પહેલા રાત્રિના સમયે રેલવે કેબિન પાસે લગાવેલો અર્થિંગ કોપર વાયર કાપી અને ખેંચી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.
પકડાયેલા આરોપીઓ રતન છોટેલાલ ચૌહાણ (૨૪) અને અર્જુન વિષ્ણુ પંડિત (૨૬) હોવાનું બહાર આવ્યું છે. બંનેઍ ચોરાયેલો કોપર વાયર ભિલાડના ભંગાર વેપારી અબ્દુલ કાદિરને વેચ્યો હતો. ત્યારબાદ અબ્દુલે વધુ નફાની લાલચમાં તે જ માલ વાપીના છીરી–છરવાડા વિસ્તારમાં આવેલા બીજા ભંગાર વેપારી મોહમ્મદ હલીમને વેચી દીધો હતો.
આરપીઍફઍ બંને ભંગાર દુકાનોમાં દરોડા પાડી તાજું છોલાયેલું અંદાજે ૨૦ મીટર કોપર કેબલ (વજન લગભગ ૫ થી ૫.૫ કિલો) જ કર્યું છે. તમામ આરોપીઓ સામે વાપી ગુનો ક્રમાંક ૧૦/૨૦૨૬ હેઠળ રેલવે સંપત્તિ ગેરકાયદે કબજામાં રાખવા અને ચોરી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે.
બે મુખ્ય આરોપીઓને આરપીઍફ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બે ભંગાર વેપારીઓને નોટિસ પર છોડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં બે સામે અગાઉ પણ ગુનો નોંધાયેલો છે