Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ડુંગરીમાં દારૂ સાથે પીકઅપ ઝડપાયું

ડુંગરીમાં દારૂ સાથે પીકઅપ ઝડપાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ પારડી તાલુકાના ડુંગરીગામ નજીક પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઍક પીકઅપ વાનની તપાસ કરતાં સેન્ટરિંગના લાકડાં વચ્ચે સંતાડેલા દારૂ અને બિયરના ૮૦ બોક્સ મળી આવ્યા હતા. કુલ ૨,૦૮૮ બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેનો જથ્થો અંદાજે ૯૦૮.૪૦ લિટર જેટલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ બ્રાન્ડની બોટલ અને બિયર ટીનના નમૂનાઓ સીલ કરી કબજે કર્યા હતા. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પીકઅપ વાહન પણ જ કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂ. ૩ લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે દારૂનો જથ્થો અને પીકઅપ સહિત કુલ રૂ. ૮.૮૯ લાખનો મુદ્દામાલ જ કર્યો છે.