Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

કકવાડી પ્રાથમિક શાળામાં ફ્રી ચેક અપ કેમ્પ યોજાયો

કકવાડી પ્રાથમિક શાળામાં ફ્રી ચેક અપ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ તાલુકાના કકવાડી પ્રાથમિક શાળામાં ફ્રી ચેકઅપ કેમ્પમાં જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, ટંડેલ સમાજના પ્રમુખ જેંતીભાઈ ટંડેલ, કકડવાડી ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય સેવાઓનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોઍ લીધો હતો.
સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચે અને લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલ આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ, માર્ગદર્શન અને આરોગ્ય સલાહ આપવામાં આવી હતી.