Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

વાપીમાં બે અઠવાડિયા પહેલા રોડ બનાવ્યો ને ખોદકામ શરૂ

વાપીમાં બે અઠવાડિયા પહેલા રોડ બનાવ્યો ને ખોદકામ શરૂ


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
વાપી, તા.૧૨ ઃ વાપી શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓની ગુણવત્તા અને આયોજન સામે ફરી ઍકવાર સવાલો ઊભા થયા છે. શહેરના મુખ્ય ગણાતા બજાર રોડ અને ટાંકી ફળિયા રોડનું તાજેતરમાં જ મહાનગર પાલિકા દ્વારા અંદાજે ૯.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે રોડ બન્યાને હજુ બે સાહ પણ પૂર્ણ થયા નથી ત્યાં જ બઝાર રોડ પર નગર પરિવારના ઘર આગળ પાણીની લાઈનમાં લીકેજ સર્જાતા નવા બનેલા રસ્તાને ખોદવાની ફરજ પડી છે.
સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના જણાવ્યા મુજબ રસ્તા બનાવતા પહેલાં ભૂગર્ભમાં આવેલી પાણીની લાઈનો અને અન્ય સુવિધાઓની યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. નવા બનેલા રોડ પર ખોદકામ થતાં જાહેર નાણાંનો બગાડ થવા સાથે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ખોદકામના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વેપારીઓનું કહેવું છે કે ધૂળ અને ટ્રાફિકની સમસ્યાના કારણે વેપાર પર પણ અસર થઈ રહી છે. શહેરમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાને કારણે વિકાસ કાર્યોના આયોજન અને સંકલન અંગે -‘ો ઉઠી રહ્ના છે. સ્થાનિકોઍ માંગ કરી છે કે રોડ નિર્માણ પહેલાં તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરી હાથ ધરવામાં આવે જેથી નવા બનેલા રસ્તાઓને થોડા જ દિવસોમાં ફરી ખોદવાની નોબત ન આવે. હાલ લોકો જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્ના છે.