પારડીના પશુ પાલક પર ત્રણ યુવકનો હુમલો
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૨ ઃ પારડીમાં ભેંસલાપાડા નવીનગરી ફળિયા વિસ્તારમાં જૂની અદાવતને લઈ ઍક પશુપાલક યુવક પર ત્રણ શખ્સોઍ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. લોખંડના સળીયા, પાઇપ અને લાકડી વડે કરવામાં આવેલા હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેના ડાબા પગમાં ફ્રેક્ચર થતાં તેને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પારડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ભેંસલાપાડા નવીનગરીના મનિષભાઈ યાદવઍ પારડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તા. ૧૧ જૂન ૨૦૨૬ના રોજ સાંજે તેમની બાઈક લઈને બજારમાં શાકભાજી ખરીદવા નિકળ્યા હતાં ત્યારે ભેîસલાપાડા વિસ્તારના વિજય ફાર્મ પાસે ઉભેલા દિપકભાઈ રાજકુમાર યાદવ, ધર્મેશભાઈ રાજકુમાર યાદવ અને પ્રભાકર બનવારી યાદવે તેમની મોટરસાયકલનો રસ્તો રોકી દીધો હતો આરોપીઓઍ મનિષભાઈને અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો.
અને તેને લાકડા તેમજ લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર રીતે ગાયલ કરી દીધો હતો. અને તેણે બુમાબુમ કરતાં આસપાસના લોકો આવી જાય તે પહેલાં જ ત્રણેય હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. અને તેને તાત્કાલીક ૧૦૮માં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાથી તેઅોઍ પારડી પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ કરતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
