Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

સેગવામાં બાઈક અડફેટે વૃદ્ધનું મોત

સેગવામાં બાઈક અડફેટે વૃદ્ધનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના સેગવા ગામે આજે સવારે ગામના ત્રણ રસ્તા ગ્રામ પંચાયતની સામે રોડ ક્રોસ કરી રહેલા ઍક ૮૫ વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈક ચાલકે   જોરદાર  ટક્કર મારતાં વૃદ્ધનું માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વલસાડ તાલુકાના ખેરગામ રોડ પર આવેલા  સેગવા ગામના રોજી સામર ફળિયામાં  રતિલાલભાઈ સીબાભાઈ પટેલ (ઉં.વ. ૮૫)  રહે છે. રતિલાલભાઈ પટેલ આજરોજ સવારે  સવારે ગામની સસ્તા અનાજની દુકાનેથી પૈસા ઉપાડીને પરત ઘરે ફરી રહ્ના હતા. સવારે આશરે ૦૮ઃ૨૦ કલાકે  તેઓ સેગવા ત્રણ રસ્તા ગ્રામ પંચાયતની સામેથી રોડ ક્રોસ કરી રહ્ના હતા. તે દરમિયાન   ખેરગામ તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઍક હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક  નં. ઞ્થ્-૨૧-ય્-૪૫૨૫ ના ચાલકે તેમને અડફેટે લેતા   રતિલાલભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ૧૦૮ ના ફરજ પરના તબીબોઍ તપાસ કરીને રતિલાલભાઈને મૃત જાહેર કર્યા હતા.
જેવાદ રતિલાલભાઈ પટેલનો   મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડ નગરપાલિકા હોસ્પિટલ માં  ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ રતિલાલભાઈ પટેલે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરલભાઈ મુકેશભાઈ પટેલ રહે. વાવ ઉગમણા ફળિયા, તા. ખેરગામ, જી. નવસારી વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.