ભીલાડમાં ૨ કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને સેવન સામે ચલાવવામાં આવતી કાર્યવાહી અંતર્ગત પોલીસે બાતમીના આધારે છાપો મારી ભીલાડ પૂર્વ બજારમાં આવેલી નૂર કાંદા-બટાકા સેન્ટરની પાછળના ખુલ્લા વિસ્તારમાંથી સંતોષ કાશીનાથ ગૌડ ઉ.વ. ૨૦ને ૨.૦૧૬ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી ફઝ઼ભ્લ્ ઍક્ટ,૧૯૮૫ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસને આરોપીના કબજામાંથી મળેલી બ્રાઉન રંગની બેગની તપાસ કરતાં તેમાંમાંથી ૨.૦૧૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી હાલ પાલઘર જિલ્લાના નંદુરે નાકા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે તેનો મૂળ વતન ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાં આવેલું છે.પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. ૧,૦૦,૮૦૦ કિંમતનો ગાંજો, ઍક મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૦૫,૯૭૫નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં પાલઘરના રહેવાસી રોશન ચૌધરી તથા ઝારખંડના પંજા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.બંનેના સંપૂર્ણ નામ-સરનામાની તપાસ હાલ ચાલી રહી છે.આરોપી સામે ફઝ઼ભ્લ્ ઍક્ટ,૧૯૮૫ની કલમ ૮(ઘ્), ૨૦(ગ્)(ત્ત્)(ગ્) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
