વાપીમાં મેરિલના સહયોગથી રૂ. ૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત વીઆઈઍના ‘કનુ દેસાઈ અોડીટોરિયમ’નું ઉદ્દઘાટન
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીમાં આજે કનુ દેસાઈ વીઆઈઍ ઓડિટોરિયમ હોલનું પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટર, ડીઍસપી અને વાપીના મેયર સહિત વાપીના જાણીતા ઉદ્યોગપતિઓ, આમંત્રિતોની ભરચક ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
વાપી જીઆઇડીસીના ઉદ્યોગપતિઓના સમૂહ ઍટલે કે વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા વીઆઈઍ ઓડિટોરિયમ હોલને જજરીતમાં અવસ્થામાં હોય તેને તોડી તેના સ્થાને રૂ. ૨૨ કરોડના ખર્ચે અને ૭૬૦ બેઠક ધરાવતું વીઆઇઍનું અતિ આધુનિક વીઆઈઍ ઓડિટોરિયમ હોલ મેરીલ ગ્રુપના સહયોગથી બનાવવામાં આવેલ આ ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કાર્યક્રમ આજે ગુજરાત રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પદ્મશ્રી અને મેરીલ ગ્રુપના ગફુરભાઈ બિલખિયા મેરીલ સાયન્સ લાઇફ કંપનીના ઍમડી અંજુમભાઈ બિલખિયા, વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ, વાપીના ઉદ્યોગપતિ મેરિલના નાનુભાઈ બાંભરોલિયા, પ્રમુખ યોગેશભાઈ કાબરીયા, ઍડવાઈઝરી બોર્ડના મિલનભાઈ દેસાઈ, ઍ.કે. શાહ, શિરિષભાઈ દેસાઈ, ઍલ.ઍન. ગર્ગ, રજનીશ આનંદ, ઍસ.ઍચ. સરના, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસો.ના પ્રમુખ કૌશિક પટેલ, મુરજીભાઈ કટારમલ, વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન મગનભાઈ સાવલિયા, પ્રકાશભાઈ ભદ્રા, રાજુલભાઈ શાહ, કેતનભાઈ શાહ, કલ્પેશભાઈ વોરા, જિલ્લા કલેકટર નીતિનભાઈ સાગવાન, ડે. કલેકટર પિયુષભાઈ, જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજા તેમજ વાપી ઔદ્યોગિક ઍકમમાં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
આ પ્રસંગે આ ઓડિટોરિયમ હોલનું નામ કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમ હોલ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે આ અંગે મંચ પરથી ઉપસ્થિત રહેલા મેરીલ ગ્રુપના ઍમડી અંજુમભાઈ બિલખિયાઍ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને વલસાડ જિલ્લા તેમજ વાપી વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો કરાઈ રહ્ના છે અને વાપીમાં ખૂબ જ ઝડપી વિકાસના કામો થતા જોઈ વાપીને કનુભાઈ દેસાઈઍ રાજ્યના નાણામંત્રી રહેતા ખૂબ જ સુંદર બનાવવા માટે અનેક વિકાસના કામો માટેના પેકેજ જાહેર કર્યા છે જે વાપીની ઍક ઓળખ બની જેવા પામી છે તો આ સામાજિક કાર્યકર્તા રાજકીય આગેવાન કનુભાઈ દેસાઈને વાપીમાં કંઈક આપણે પણ તેમને ભેટ આપવી જોઈઍ તેવા વિચારોને લઇ આ ઓડિટોરિયમ હોલનું નામ કનુભાઈ દેસાઈ હોલ જાહેર કરવા વીઆઍના હોદ્દેદારોને તેઓઍ જણાવ્યું હતું અને જેને લઈ આ હોલનુ નામ કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમ હોલ જાહેર કરવામાં આવ્યું હતું. આ તબક્કે બિલખિયાના પરિવારના વડીલ અને જાણીતા સમાજસેવક ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાઍ પોતાના ટુંકા અને લાગણીસભર ઉદ્દબોધનમાં વાપીના ઔદ્યોગિક વિકાસમાં રજ્જુભાઈ શ્રોફથી લઈને અનેક નામો યાદ કર્યા હતાં. તેમણે વાપીમાં ઉદ્યોગકારો પરસ્પર સહકારથી આગળ વધી રહ્ના છે ઍનો રાજીપો વ્યકત કર્યો હતો. અને ઉમર્યુ હતું કે મોટાઅોઍ હંમેશા નાનાને મદદ કરવી જાઈઍ તો જ વિકાસ કરી શકાય. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના યોગદાનને પણ યાદ કર્યુ હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે તેમણે વાપી વિસ્તાર માટે કરેલા કાર્યો ઍ માત્ર તેમની ફરજના ભાગરૂપ જ છે ઍના માટે કશી અપેક્ષા રાખી ન શકાય. છતાં આ અોડિટોરિયમને મારુ નામ અપાયું છે ઍ મુ. ગફુરભાઈ બિલખિયા પરિવાર અને મેરિલગૃપનું વિશાળ દિલ દર્શાવે છે.
કાર્યક્રમની શરુઆતમાં વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલ દ્વારા મહેમાનોને આવકાર અને સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માજી પ્રમુખ યોગેશભાઈ કાબરિયા દ્વારા વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસીઍશનના ઈતિહાસ સાથે નવનિર્મિત અોડિટોરિયમ માટે કરાયેલા પ્રયાસો અને મળેલા સહકારની વિગતવાર વાત કરી અંજુમભાઈ બિલખિયાઍ આપેલી ઉદાર સખાવત માટે આભાર માન્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન વીઆઈઍના આ ભવ્ય કનુભાઈ દેસાઈ અોડિટોરિયમના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન અને વિવિધ સેવાઅો પુરી પાડનારાઅોનું પણ સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ વિઆઈઍના સેક્રેટરી કલ્પેશ વોરાઍ આટોપી હતી. અોડીટોરિયમના ઔપચારિક ઉદ્દઘાટન બાદ ઍ જ સ્થળે અોડિટોરિયમના પ્રથમ કાર્યક્રમ તરીકે વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસીઍશનની ૫૫મી વાર્ષિક સાધારણ સભા કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં વીઆઈઍના હોદ્દેદારો અને સભ્ય ઉદ્યોગકારો મોટી સંખ્યામાં સામેલ થયા હતાં. સામાન્યસભાના ઍજન્ડા મુજબના કામોમાં ઍડવાઈઝરી બોર્ડને સર્વસંમતિથી અને કનુભાઈની ઈચ્છા મુજબ ફરીથી તેમના હોદ્દાઅો સાથે રીપીટ કરવામાં આવ્યું હતું. આ સામાન્યસભા દરમ્યાન વીઆઈઍના પ્રવર્તનમાન હોદ્દેદારોના ૩ વર્ષના સંચાલન અને વહીવટ દરમ્યાન વીઆઈઍની પ્રગતિનો ચિતાર પણ અપાયો હતો અને વીઆઈઍની આવકમાં ૧૧૯ ટકાનો વધારો, સરપ્લસમાં ૪૬૪ ટકાનો જયારે ડિપોઝીટમાં ૧૦૫ ટકાનો વધારો નોîધાયો હોવાનું જણાવાયું હતું.
