આજે ભણતરની સાથે સોફટ અને કોમ્યુનિકેશન સ્કીલ જરુરી ઃ સાંસદ ધવલભાઈ પટેલ
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં શાળા કક્ષાઍ પ્રથમ અને ઍ-૧ ગ્રેડ પ્રા કરનાર વિદ્યાર્થીઓનો ‘‘તેજસ્વી તારલા સન્માન સમારોહ’’ ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયો હતો.
સમારોહમાં આદિજાત વિકાસમંત્રી નરેશભાઇ પટેલ, વલસાડ – ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ધો. ૧૦ના ૨૭૫, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯૩ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૬૭ મળી કુલ ૫૩૫ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, દીકરાઓઍ પણ ભણતર પાછળ ખૂબ ધ્યાન આપવુ પડશે.
જેથી વધુ દીકરાઓ સરકારની યોજનાનો લાભ લઈ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની શકે છે. શિક્ષણ સુવિધાના કારણે આદિવાસી દીકરા-દીકરી આઈઆઈટી સુધી પહોંચ્યા છે, તે મોટી સિધ્ધિ છે.
જયારે વલસાડ – ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે સારામાં સારૂ શિક્ષણ આજે મળી રહ્ના છે. પણ આજનો સમય ભણતરની સાથે સોફટ સ્કીલ અને કોમ્યુનિકેશન સ્કીલનો છે. આપણે પણ નવી નવી સ્કીલ શીખવાની જરૂર છે. તેમણે ઓનલાઈન ગેમિંગ તરફ કયારેય ન વળવા અનુરોધ કર્યો હતો.
વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વોકેશનલ કોર્સનું મહત્વ વધી રહ્ના હોવાનું જણાવ્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી સંજયભાઈ ટોલિયાઍ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ સમારોહમાં તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રોબેશનર આઈ.ઍ.ઍસ. પિયુષભાઈ ઘટાલા, રાજચંદ્ર આશ્રમના આત્મપિત કોઠારી, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
