સેલવાસમાં પાણી પુરવઠાની સમસ્યા
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૨ ઃ શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને લઈને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. બાલાજી મંદિર વિસ્તારના કેટલાક રહેવાસીઓઍ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીનો પુરવઠો પ્રભાવિત રહ્ના હતો, જેના કારણે તેમને દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સત્તાવાર વિગતો મુજબ શહેરમાં પાણી પુરવઠા, ઘરેલુ વોટર મીટર અને ગટર વ્યવસ્થા સંબંધિત ૧૩૫ કરોડ રૂપિયાથી વધુ ખર્ચના પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટોનો હેતુ પાણી વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો, મોનિટરિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાનો અને શહેરી સુવિધાઓમાં સુધારો લાવવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
તે છતાં કેટલાક વિસ્તારોના રહેવાસીઓ પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્ના હોવાનો દાવો કરી રહ્ના છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે નગર પરિષદ દ્વારા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં આવી રહ્નાં છે. જોકે ટેન્કરોની સંખ્યા અને તેમના સંચાલન અંગેની સત્તાવાર પુષ્ટિ મળી શકી નથી. રહેવાસીઓઍ પાણીની સમસ્યા સાથે સાથે માહિતીના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પાણી પુરવઠામાં વિક્ષેપ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. આ પ્રતિનિધિ દ્વારા સ્માર્ટ સિટીની વેબસાઇટ તેમજ ઉપલબ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સમીક્ષા દરમિયાન પણ પાણી પુરવઠાના વિક્ષેપ સંબંધિત કોઈ જાહેર સૂચના જોવા મળી નહોતી. જોકે અન્ય કોઈ માધ્યમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.
બાલાજી મંદિર વિસ્તારની રહેવાસી અને ગૃહિણી રીના પટેલે જણાવ્યું હતું કે જો કોઈ કારણસર પાણી પુરવઠો પ્રભાવિત થવાનો હોય તો નાગરિકોને સમયસર માહિતી આપવામાં આવવી જોઈઍ જેથી તેઓ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે. તેમના જણાવ્યા મુજબ અનેક પરિવારોને કોઈ સ્પષ્ટ માહિતી વિના પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહેવાસી અમર યાદવે જણાવ્યું હતું કે જો નાગરિકોને પીવાના પાણી જેવી મૂળભૂત સેવાઓ અંગે ફરિયાદો છે તો સંબંધિત તંત્રની કામગીરીની સમીક્ષા થવી જોઈઍ. તેમણે સ્થાનિક પ્રશ્નોના ઉકેલમાં નગર પરિષદની ભૂમિકા વધુ અસરકારક બનાવવાની માંગ કરી હતી.રહેવાસીઓનું માનવું છે કે કોઈપણ ટેકનિકલ ખામી અથવા આપાત પરિસ્થિતિ દરમિયાન પારદર્શક સંચાર અને સમયસર માહિતી આપવી ઍ તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમનું કહેવું છે કે નિયમિત અપડેટ અને સ્પષ્ટ માહિતીથી લોકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
પાણી પુરવઠાની હાલની સ્થિતિ, ટેન્કર વ્યવસ્થા, પાણીની સમસ્યાના કારણો તેમજ રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી તેમનો સત્તાવાર પ્રતિસાદ પ્રા થઈ શક્યો નહોતો.
