Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપી ગીતાનગરમાં થયેલી મારામારીમાં સામી ફરિયાદ નોંધાઈ

વાપી ગીતાનગરમાં થયેલી મારામારીમાં સામી ફરિયાદ નોંધાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૦ ઃ વાપી ગીતાનગરમાં ગત ઍપ્રિલ મહિનામાં થયેલી મારામારીમાં સામી ફરિયાદ નોંધાઈ છે. પ્રા વિગત મુજબ વાપી ગીતાનગરમાં ગત ઍપ્રિલ મહિનામાં અહીંના ઍક પાનના ગલ્લાં ઉપર સ્થાનિક રહેવાસી અમન સુનિલ સિંહ ઠાકુર તેના મિત્ર સાથે પાન ખાવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર તરુણ રમેશ યાદવ તેના મિત્ર સાથે ઉભો હતો. જેઓઍ તરુણને વન બાઈ વન લડવા પડકાર ફેંક્યો હતો તો તરુણેના પાડતાં તેને ગાળો આપી દીવાલ સાથે માથું અથડાયું હતું. જેથી તરુણે ઉશ્કેરાઈ જઈ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અમનને મરતા તે ઘાયલ થઇ જતાં તેને સારવાર માટે જનસેવા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે તરુણ સામે તે સમયે પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. જોકે પાછળ અમનને આગલી સુજી જતાં ફેક્ચર હોય આજે તેણે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તરુણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઍક વર્ષ પહેલા પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં તેઓ વચ્ચે મારામારી થયાનું જણાવ્યું હતું.