દમણની હોટલોઍ પ્રવાસીઅો માટે સાયકલ સેવા શરૂ કરી
- byDamanganga Times
- 11 June, 2026
(પ્રદીપ ભાવસાર દ્વારા )
દમણ, તા.૧૦ ઃ દમણ પ્રશાસન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, બળતણ બચત અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ઍક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત દેવકા બીચ, નમો પથ અને રામ સેતુ સહિતના પર્યટન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સાયકલ ચલાવવા અને હાઇકિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્ના છે.
પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, મોટાભાગના પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો સાથે દમણ આવે છે. જો તેઓ પોતાના વાહનો હોટેલમાં પાર્ક કરીને સાયકલ મારફતે પર્યટન સ્થળોની મુલાકાત લે તો તેમને વધુ આનંદદાયક અને પર્યાવરણમૈત્રી અનુભવ મળી શકે છે. આ હેતુસર પ્રશાસને હોટેલ સંચાલકોને રૂમોની સંખ્યા અનુસાર સાયકલો ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે.
ઍવરોન રિસોર્ટના સ્નેહલ રાણાઍ જણાવ્યું હતું કે હોટેલ દ્વારા મહેમાનો માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવી છે અને શરૂઆતમાં ઓછી અપેક્ષા હોવા છતાં હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેનો લાભ લઈ રહ્ના છે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલ પર્યાવરણની સુરક્ષા, બળતણ બચત અને આરોગ્ય જાગૃતિ માટે પ્રશંસનીય સાબિત થઈ રહી છે.
મુંબઈથી આવેલી પ્રવાસી રીક્ષા કામતે જણાવ્યું હતું કે નમો પથ પર સાયકલ ચલાવવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્ના. સાયકલના કારણે તેઓ વિવિધ સ્થળોઍ રોકાઈને કુદરતી સૌંદર્ય અને પર્યટન આકર્ષણોને નજીકથી માણી શક્યા હતા.
તે જ રીતે મહારાષ્ટ્રની પ્રવાસી રુનલ દેસાઈઍ જણાવ્યું હતું કે હોટેલમાંથી મળેલી સાયકલ દ્વારા તેમણે દેવકા ઉપરાંત મોતી દમણના ઐતિહાસિક વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. તેમણે આ પહેલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અને પર્યાવરણ સંરક્ષણના વિઝન સાથે સુસંગત ગણાવી હતી.
દમણ પ્રશાસનની આ પહેલને પ્રવાસીઓ તેમજ હોટેલ ઉદ્યોગ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્ના છે. પ્રશાસનને આશા છે કે આ પ્રયાસ દમણને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ પર્યટન સ્થળ તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવામાં મદદરૂપ બનશે.
